રાષ્ટ્રીય પ્રતિકો ભાગ – 1

0
38
રાષ્ટ્રીય પ્રતિકો ભાગ : 1 

રાષ્ટ્રધ્વજ : તિરંગો / ત્રિરંગો

  • ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો છે. 
  • કેસરી, સફેદ અને લીલો રંગ
    • કેસરી = શક્તિનું પ્રતિક
    • સફેદ = શાંતિનું પ્રતિક
    • લીલો = સમૃધ્ધીનું પ્રતિક
  • વચ્ચે સફેદ પટ્ટીમાં 24 આરા ધરાવતું અશોકચક્ર છે. જે અશોકના વારાણસી ખાતેના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
  • ચક્રનો રંગ વાદળી છે.
  • રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3 અને 2 છે. (3:2)
  • નવ પ્રકારની સાઈઝના તિરંગા હોય છે.
  • ભૂતકાળમાં એક નજર
    • રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઈન યુરોપમાં મેડમ ભીખાજીકામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
    • 1929માં જવહરલાલ નહેરૂ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના કિનારે ભારતમાં પ્રથમ વાર તિરંગો લહેરવ્યો હતો. જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.
    • રાષ્ટ્રધ્વજની ડિઝાઈન નક્કી કરવા માટે “ઝંડા સમિતિ”ની રચના બંધારણસભાએ કરી હતી જેના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતાં.
    • સ્વતંત્રતા પછી “પિંગલી વેકૈયા” દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી.
    • રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ, 1947ના રોજ બંધારણસભાએ કર્યો.
    • “ભારતીય ધ્વજ સંહિતા, 2002”માં રાષ્ટ્રીય ધ્વજનું માન-સન્માન જળવાઈ રહે તે માટેના નિયમો દર્શવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ચિહ્ન

  • ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન વારાસણીમાં આવેલ સારનાથ ખાતેના અશોકના સિંહ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. 
  • મૂળ સ્તંભમાં 4 સિંહ છે જે એક-બિજાની સામ-સામેની બાજુ બેસેલા છે. આથી ત્રણ સિંહ જ દેખાય છે.
  • નિચે ઘંટ આકારનું પદ્મના ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઉપસેલી મૂર્તિઓ છે જેની વચ્ચો વચ્ચ ચક્ર છે.
  • એક જ પથ્થર પરથી કોતરેલઆ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે. નિચેની તરફ “મુંડુકોપનિષદ”માંથી લીધેલ સૂત્ર “સત્યમેવ જયતે” લખેલ છે. જેની લિપિ દેવનાગરી છે. જેનો અર્થ થાય છે, “સત્યનો જ વિજય થાય છે”.
  • ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નને 26 જાન્યુઆરી, 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું.

બીજા રાષ્ટ્રીય પ્રતીકો ભાગ : 2 માં મુકવામાં આવશે

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here