ટકાવારી (Percentage)

0
56

રોજબરોજના વ્યવહારમાં વધ, ઘટ, નફો, ખોટ, વટાવ વગેરે બાબતોનું યોગ્ય સ્વરૂપ સમજીને તેની સરખામણી કરાવી પડે છે. આ માટે કોઈ ચોક્કસ પરિણામની જરૂર પડે છે. આવા પરિણામને પ્રમાણભૂત ગણવામાં આવે છે. કોઈપણ સંખ્યાનું 100 સાથેનું પ્રમાણ એટલે ટકાવારી અથવા શતમાન. 

શતામાન એ એક પ્રકારનો અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંકના છેડામાં હંમેશા 100 હોય છે.

દા.ત. : 

12%નો અર્થ  12 / 100અથવા 0.12 થાય છે.
                    


આપેલા અપૂર્ણાંકને 100 વડે ભાગવાથી તેનું સાદા કે દશાંક અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય છે.

દા.ત. : 
(3 / 4) નું ટકાવારીમાં રૂપાંતર =  (3 / 4) * 100 = 75%                                      

40%નું અપૂર્ણાંકમાં રૂપાંતર =  (4 / 100) =  (2 / 5) અથવા 0.4

ટકાવારી અંગેના ઉદાહરણોમાં ઉપયોગી થાય તે માટે અપૂર્ણાંક અને ટકાવારીનું એકબીજામાં રૂપાંતર કરવું જરૂરી બને છે. આ માટે યાદ રાખવા જેવી ટકાવારીનું અપૂર્ણાંકમાં નીચે દર્શાવેલ છે.

ટકાવારી માટેના અગત્યના સૂત્રો


x ના y ટકા  (xy)  / 100


x ને y ના ટકાવારી સ્વરૂપમાં દર્શાવવા  (x / 
y) * 100 લેવું.                                       

x ની કેટલી ટકાવારી z છે? આનો જવાબ મેળવવા (z + 100) / x શોધો.

કેટલાના y% એ z બરાબર છે? આનો જવાબ મેળવવા (z + 100) / y શોધો.
      
જો a, b થી x% વધારે હોય, તો b, a થી કેટલા ટકા ઓછા છે? આનો જવાબ મેળવવા x / (
100 + x) શોધો.

જો કોઈ ચીજની કિમતમાં x% નો વધારો થાય તો ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો કરવાથી ન નફો કે ન નુકસાન થાય? આનો જવાબ મેળવવા (x * 100) / (
100 + x) ગણો.

જો કોઈ વસ્તુની કિંમતમાં x% નો ઘટાડો થાય તો ખર્ચમાં કેટલા ટકા વૃદ્ધિ કરવાથી ન નફો કે ન નુકસાન થાય? આનો જવાબ મેળવવા માટે (x *100) / (100 – x) ગણો.

જો કોઈ દુકાનદાર વસ્તુઓને તેની ખરીદ કિંમતે વેચે, પરંતુ તોલમાપમાં x માપના સ્થાને ઓછું માપ y વાપરે તો મળતો લાભ (ટકાવારીમાં) (x * 100) / (
x – y).
                                                 
જો કોઈ વસ્તુની કિંમતમાં x% નો ઘટાડો કરી નાખવામાં આવે તો પહેલાંની કિંમત મેળવવા માટે નવી કિંમતમાં કેટલા ટકા વૃદ્ધિ કરાવી પડે? આનો જવાબ મેળવવા (x * 100) / (
100 – x) ગણો.
                                                                                           
જો કોઈ સંખ્યાને x% વધાર્યા બાદ તેને x% ઘટાડવામાં આવે અથવા x% ઘટાડ્યા x% વધારી દેવામાં આવે તો તે સંખ્યા ઘટતી જશે અને બંને કિસ્સામાં સંખ્યામાં થતો (ટકાવારી) ઘટાડો = (x * x) / 100 થશે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા કેટલાક પ્રશ્નો.

  • 75 ના કેટલા ટકા 60 થાય?
  • કઈ રકમના 52% એ 182 થાય?
  • એક સંખ્યાના 71% તેના 46% કરતા 120 વધારે છે તો તે સંખ્યાના 30% શોધો?
  • એક સંખ્યાના 31% અને 13% વચ્ચેનો તફાવત 576 છે તે સંખ્યાના 17% શોધો?
  • કોઈ વ્યક્તિ પોતાની આવકના 10% બચત કરે છે જયારે તે પોતાની આવકના રૂ.4500 ખર્ચ કરે છે તો તે વ્યક્તિની કૂલ આવક કેટલી.
  • કોઈ એક પરિક્ષામાં પાસ થવા માટે જરૂર 33% છે એક વિદ્યાર્થીને તે પરિક્ષામાં 210 ગુણ પ્રાપ્ત થાય છે પણ તે 21 ગુણ માટે થઈને નાપાસ થાય છે તો પરીક્ષા કૂલ કેટલા ગુણની હશે.
  • એક ચુંટણીમાં એક ઉમેદવારને 62% મત પ્રાપ્ત થાય છે અને તે 144 મતોથી જીતી જાય છે તો કુલ મતદાન શોધો.
  • A નો પગાર B કરતા 25% વધારે છે તો B નો પગાર A ના પગાર કરતા કેટલા ટકા ઓછો હશે.
  • જો ચાના મુલ્યમાં 20% વધારો થાય તો ગૃહિણીએ ચાની વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય.
  • બે સંખ્યાનો તફાવત એ મોટી સંખ્યાના 20% જેટલો છે જો નાની સંખ્યા 20 હોય તો મોટી સંખ્યા શોધો. 
Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here